પૂજ્ય ગુરૂદેવ શ્રી મત્ત્થેણ વંદામિ, બટાકા, કાંદા (ડુંગળી), બીટ, લસણ, ગાજર, સૂરણ જેવાં ભૂમિકંદ (કંદમૂળ) ખાવાનો નિષેધ કેમ કરેલ છે ?

જતિન કોઠારી HDFC Bankવડોદરાશાખા, ગુજરાત +919898000774

potato chips

આપણો ધર્મ પરમાત્મા મહાવીરદેવ ના  વિશિષ્ટ કેવલજ્ઞાન ની જ્યોતિ થી ઝળહળે છે. વિજ્ઞાન ની શોધો કરતાં પણ આગળ છે આપણાં ધર્મ ના શાસ્ત્રો.

તમને સહુ ને ખ્યાલ તો હશે જ કે જૈન ધર્મ નું જીવવિજ્ઞાન ઘણું વિશાળ છે. જૈન ધર્મ કહે છે કે બટાકા વગેરે ઉપર જણાવેલ કંદમૂળો અનંતકાય છે. અનંતકાય એટલે એક જ શરીર માં રહેલાં ઘણાં બધાં જીવો. માત્ર એક સોય ની ટોચ જેટલાં બટાકાં પર અનંતા જીવો રહેલાં છે. આવાં કંદમૂળો ખાવાં નો અર્થ આ બધાં જીવો નો નાશ. માત્ર જીભ ના સ્વાદ ખાતર અનંતા જીવો નો કચ્ચરઘાણ વાળવો જરાય ઉચિત નથી.

ખાવા માટે નહીં પણ જીવવા માટે ખાવાનું છે.

માત્ર જૈનો ના જ નહિં પણ બીજાં ધર્મો ના શાસ્ત્રો માં પણ કંદમૂળ ભક્ષણ ને ભયાનક પાપ તરીકે જણાવેલ છે.

હવે વૈજ્ઞાનિક રીતે પણ સમજીએ વિજ્ઞાન કહે છે કે જ્યાં અંધારૂં હોય ત્યાં પુષ્કળ જીવો હોય.

“Where there is darkness, there are Germs.”

માળિયા પર, ભોંયરા માં, જમીન ની નીચે, બંધિયાર પાણીમાં નાના નાના અનેક જીવો હોય છે. જ્યાં સૂર્ય પ્રકાશ ન પહોંચે ત્યાં આવા અનંતા જીવો હોય છે. આપણે જાણીએ છીએ કે આ બધાં કંદમૂળો જમીન ની અંદર જ ઉગે છે, ભૂમિકંદ છે, તેથી સૂર્ય નો પ્રકાશ પહોંચતો નથી.

જતીન –  તો ગુરૂદેવ પ્રશ્ન એમ છે કે એમ તો મગફળી પણ જમીનની અંદર જ ઉગે છે, તો શિંગ કે શિંગતેલ કેમ ખાઈ શકાય ?

જતીન, મગફળી જમીન ની અંદર ઉગે છે, તે સાચી વાત છે. પણ મગફળી માં પુષ્કળ તેલ હોવાથી અનંતાજીવો પેદા થતાં જ નથી.

ઉલટાંનું જુદી જુદી દાળ બગડે નહીં તે માટે બહેનો તેને તેલ થી મોએ છે. તેલ ના કારણે જીવો ઉત્પન્ન થતાં નથી અને દાળ બગડતી નથી. તેલ જીવો ને ઉત્પન્ન થતાં અટકાવે છે. મગફળી માં તો કુદરતી રીતે તેલ છે. તેથી શિંગ અને શિંગતેલ વપરાય. લસણ માં તેલ નથી પણ લસણ નો રસ છે જે જીવો ને ઉત્પન્ન થતાં અટકાવી નથી શકતો. લસણ ને ના વાપરી શકાય.

આદુ અને સૂંઠ (આદુનો સુકવેલો પાવડર)

જતીન – ગુરૂદેવ આદુ ના વપરાય પણ સૂંઠ વપરાય એમ શા માટે ?

આદુ, લીલી હળદર વગેરે પણ જમીનમાં જ ઉગે છે. કંદમૂળ = અનંતકાય ના લક્ષણો તેમાં પણ છે. છતાંય સૂકાઈ ને તૈયાર થયેલ સૂંઠ, હળદર વગેરે વપરાય છે,

પરમાત્મા કરૂણા ના ભંડાર છે. આપણાં આત્મા ની સાથે શરીર ની ચિંતા પણ કરી છે. ઉકાળેલું પાણી, રાત્રિભોજન ત્યાગ વગેરે માં જેમ આત્મા ની સાથે આપણા શરીરના આરોગ્ય ની વાત જોડાયેલી છે, તેમ સૂંઠ, હળદર ના ઉપયોગ માં પણ જોડાયેલી છે.

ઘરના રસોડા માં વપરાતાં અનેક જાતનાં મસાલા ઔષધિ સમાન છે. મરી, અજમો, સૂંઠ, પિપરામૂળ, હળદર વગેરે મસાલા અનેક રોગો ને થતાં અટકાવે છે, થયાં હોય તો મટાડનારી ઔષધિ છે.

કુદરતી રીતે સુકાયેલાં સૂંઠ, હળદર વગેરે માં પૂર્વે રહેલાં અનંતાજીવો પોતાનું આયુષ્ય પૂર્ણ થતાં મરીને બીજાં ભવો માં ગયાં હોવાથી હોતાં નથી તેથી જીવહિંસા નું પાપ નથી લાગતું.

જો આદુનું સુકાયેલું રૂપ સૂંઠ વાપરી શકાય તો બટાકા નું સુકાયેલું સ્વરૂપ વેફર પણ ખવાય ને ?

ના જતિન,  જૈન ધર્મ માં આનો સૂક્ષ્મ દ્રષ્ટી થી વિચાર કરી ને ના પાડવામાં આવેલ છે. કોઈ પણ જીવ ની હિંસા આપણે કરવી નહિં. સૂંઠ કુદરતી રીતે સુકાય છે જ્યારે બટાકાં કુદરતી રીતે નથી સુકાતાં.

કીડીઓ ને કોમળ પૂંજણી થી જયણાપૂર્વક સુપડીમાં લઈને બહાર કોઈ ઝાડ નીચે ઠંડકમાં સાચવીને મૂકો તો પણ હિંસા ગણાય. કારણકે કીડીઓ ત્યાં પોતાનું દર શોઘશે, પણ મળશે નહિ તેથી કદાચ મરી પણ જાય.

પાંચમા ઈરિયાવહી સૂત્રમાં “ ઠાણા ઓ ઠાણં શંકામીયા” પદથી આવી હિંસા ની ગણના કરી છે. તેના બદલે જો તે કીડીઓની આસપાસ કપૂર, બરાસ કે રખીયા નાખી હોત તો તે કીડીઓ પોતાના મેળે જ ત્યાં થી પોતાના દરમાં ચાલી જશે. આમ તેમની જયણા થશે.

  1. આપણનેસૂંઠનીઆરોગ્યમાટેજરૂરછે, બટાકાની વેફર જરૂરી નથી.
  2. વળી સૂંઠ ની જરૂરી માત્રા કે પ્રમાણ ખૂબ જ નાનું છે, તેનાં ફાંકડા ન મારી શકાય, તે સ્વાદ માટે નથી ખવાતી. કુદરતી રીતે સુકાયેલ છે જ્યારે બટાકા જાતે જ સુકાઈ ને વેફર નથી બની જતાં.
  3. સૂંઠ થી પેટ નથી ભરાતું, અને આસક્તિ નથી થતી. જ્યારે બટાકા ની વેફર તો સ્વાદ માટે ખાવ છો  માટે બટાકા ની વેફર ના ખવાય. અનાસક્તિ નામના ગુણ ની રક્ષા માટે પણ આ મનાઈ કરવા માં આવી છે.

તેથી સૂંઠ નો ઉપયોગ કરાય પણ બટાકા ની વેફર ન જ ખવાય. ભૂતકાળ માં ખાધી હોય તો ય જાગ્યા ત્યાર થી સવાર ગણી આજ થી જ કંદમૂળ ત્યાગ કરી સાચા શ્રાવક – શ્રાવિકા બનો તેવાં અંતર ના આશિષ.

પં. મેઘદર્શન વિજયજી

Paper from  Boston University School of medicine

http://www.india.com/whatever/why-we-cant-just-eat-one-potato-chip-52257/

Washington, May 7: Researchers have shown that impulsive behavior is a risk factor for food addiction.

The research was led by Boston University School of Medicine (BUSM) and conducted in collaboration with the University of Cambridge in the United Kingdom. It also points out the common mechanisms involved between drug and food addiction.

Research has shown that people with eating disorders and obesity are known to be more impulsive than healthy people. For example, they may be more likely to blurt out something that they later regret saying or to start an activity without thinking through the consequences. However, it was unclear whether the impulsivity existed before the dysfunctional eating behavior or if developed as a result of it.

BUSM researchers attempted to answer this question by measuring the inability to withhold an impulsive response in experimental models that were exposed to a diet high in sugar daily for one hour.

Models shown to be more impulsive rapidly developed binge eating, showing heightened cravings and the loss of control over the junk diet (measured as inability to properly evaluate the negative consequences associated with ingestion of the sugary diet). Conversely, models shown to be less impulsive demonstrated the ability to appropriately control impulsive behavior and did not show abnormal eating behavior when exposed to the sugary diet.

Interestingly, the impulsive models showed increased expression of a transcription factor called Delta-FosB in the nucleus accumbens, an area of the brain involved in reward evaluation and impulsive behavior, indicating a potential biological component to this behavior.

The research has been published online in the journal Neuropsychopharmacology.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.