મત્થેણ વંદામિ ગુરૂદેવ બે પ્રશ્નો મુંઝવે છે તો કૃપા કરી સમજાવશો.

Q A. અન્ય ની સહાય થી માનવી ઉપર કે તીર્છુ ક્યાં સુધી જઈ શકે ?

Q B. શું ચંદ્ર-સૂર્ય થી પણ ઉપર કે મહાવિદેહ ક્ષેત્રથી પણ વધારે દૂર જઈ શકાય ?

હિતેન ચિનુભાઈ શાહ (ઘાટકોપર, જયલક્ષ્મી એપાર્ટમેન્ટ)

 

Ans. હિતેન  ધર્મલાભ, તને ખ્યાલ આપું તો

meru jain-meru

  • મેરૂ પર્વત ૧ લાખ યોજન ઉંચો છે
  • તે જમીન ની અંદર ૧૦૦૦ યોજન અને જમીન ની ઉપર ૯૯૦૦૦ યોજન જેવું વિરાટ કદ ધરાવે છે.
  • તેની સપાટી થી ૫૦૦ યોજન ઉપર નંદનવન આવેલ છે.
  • ત્યારબાદ ૮૦૦ યોજન ઉંચાઈ એ સૂર્ય નું વિમાન ફરે છે.
  • અને ૮૮૦ યોજન ઉંચાઈ એ ચંદ્ર નું વિમાન ફરે છે.
  • પાંડુકવન – ૯૯૦૦૦ યોજન ઉંચાઈ એ છે.

જંઘાચારણ અને વિધાચારણમુનિઓ ચારણલબ્ધિની સહાય થી આકાશમાર્ગે ઈચ્છિત સ્થાને જઈ શકતા હતા. આ જંઘાચારણમુનિઓ એકજ કુદકે ૯૯૦૦૦ યોજન ઉંચાઈ પર રહેલ પાંડુકવન માં સ્થિત જિનાલય માં બિરાજમાન પરમાત્માની ભક્તિ કરી વચ્ચે આવતાં નંદનવન ના જિનાલયમાં ચૈત્યવંદન કરી સ્વસ્થાને પાછાં આવી જતાં હતાં.

 

વિધાચારણ મુનિઓ પણ પ્રથમ કુદકે નંદનવન ના જિનાલય સુધી પહોંચતા પ્રભુ ભક્તિ કરી ને કુદકો લગાવી પાંડુકવન પહોંચી ચૈત્યવંદન કરી એક જ કુદકે સ્વસ્થાને પરત આવતાં.

આમ આ મુનિઓ સૂર્ય અને ચંદ્ર કરતાં પણ ઘણી ઉંચાઈએ (લગભગ ૯૯૦૦૦ ગણાં વધારે અંતર) લબ્ધિ ની સહાય થી પહોંચી શકતાં.

 

જંબૂદ્વીપ : ૧ લાખ યોજન જેટલો વિશાળ છે.

adhidweep

અનેક સમુદ્રો અને દ્વીપો થી ઘેરાયેલો આ જંબૂદ્વીપના માત્ર અઢી દ્વીપ ( ર દ્વીપ, ર સમુદ્ર, એક અડધો દ્વીપ) જેટલાં પ્રદેશમાં જ માનવ ના જન્મ-મરણ થાય છે. તે પણ માત્ર તીર્છા લોકમાં જ કે જે ૪૫ લાખ યોજન પ્રમાણ વિશાળ છે. તેની ફરતે માનુષોત્તર પર્વત આવેલ છે.

વિધાચારણમુનિઓ એક જ કુદકે આ માનુષોત્તર પર્વત પર રહેલાં જિનાલયમાં ભક્તિ કરી બીજા કુદકે આઠમાં નંબરના નંદીશ્વરદ્વીપ માં રહેલાં બાવન જિનાલયો માં ભક્તિ કરવાં પહોંચી શકે છે અને પરત સ્વસ્થાને આવી જાય છે.

જંઘાચારણમુનિઓ વધુ દૂર રહેલાં રૂચકવરદ્વીપ પહોંચી ત્યાં સ્થિત જિનાલય માં ભક્તિ કરી પાછાં ફરતાં વચ્ચે આવતાં નંદીશ્વરદ્વીપ ના જિનાલયમાં ચૈત્યવંદન કરી બીજા ઉડાણ માં સ્વસ્થાને પરત પહોંચે છે.

આમ આ મુનિઓ ચારણવિધાની સહાય થી મહાવિદેહ ક્ષેત્ર થી પણ ઘણે દૂર રહેલાં નંદીશ્વર દ્વીપ અને તેથી પણ વધુ દૂર રહેલ રૂચક દ્વીપ સુધી પહોંચી શકે છે.

 પં. મેઘદર્શન વિજયજી

વધુ વિસ્તૃત માહિતી માટે પુસ્તક તારક તત્ત્વજ્ઞાન

તારક તત્વજ્ઞાન

taraktatvagyanજૈન કોસ્મોલોજી, દેવલોક - નારક ક્યાં છે ? કેવી રીતે ? મહાવિદેહક્ષેત્ર ક્યાં આવ્યું ? 

જીવોના ૫૬૩ ભેદો ક્યા ? નવ તત્વ ક્યા ? 

પાપ કર્મોના બંધ કરતાં અનુબંધ વધારે ભયંકર કેમ ?

અનુબંધો કેવી રીતે તૈયાર થાય ? તેને તોડવા શું કરવું ? 

મોક્ષ તરફ આગળ ડગલું ભરવા તારક તત્વજ્ઞાન પુસ્તક માર્ગદર્શક બનશે.


Download1009 downloads

 

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.