Q. ગુરૂદેવ મત્થેણ વંદામિ, તમોએ જણાવ્યું તેમ ચારણમુનિઓ ભરતક્ષેત્ર થી ઘણે દૂર આવેલાં નંદનવન, પાંડુકવન ના જિનાલયો માં ભક્તિ કરવા જઈને પાછા આવતાં તો શું આજના સમયમાં પણ કોઈ મહાવિદેહક્ષેત્ર માં જઈ શકે અને શું મહાવિદેહક્ષેત્રના લોકો  ભરતક્ષેત્ર માં આવી શકે ? ગુરૂદેવ ઘણાં વર્ષોથી આજીવન ચોવિહાર કરું છું અને પ્રભુ કૃપાથી, ગુરૂકૃપા થી ક્યારે પણ નિયમ ભંગ નથી થયો. 

ભાવેશ ચુડગર (ભરૂચ) +919724470500

( વધુ માહિતી માટે વાંચો – શું મહાવિદેહક્ષેત્ર માં જઈ શકાય ? ) 

Ans.  ભાવેશભાઈ તમારી આજીવન રાત્રિભોજન ત્યાગ ના નિયમ ની  ખુબ ખુબ અનુમોદના.  તમે તો મુનિસુવ્રત સ્વામિ નાં તીર્થ ભરૂચ માં વસો છો. નર્મદા નદીને કિનારા થી નજીક આવેલ સુંદર મજાનું  ભરૂચતીર્થ  અશ્વાવબોધ તીર્થ તરીકે પણ પ્રસિદ્ધ છે. ભગવાન મુનિસુવ્રત સ્વામિ અશ્વ ને પ્રતિબોધ કરવાં આ તીર્થ માં પધારેલા. આજ સંકુલ માં આવેલ ભક્તામર મદિર પણ અતિ સુંદર છે. ભક્તામર ની ૪૪ ગાથાઓ ને સમજાવતી દેરીઓ ની રચના અદ્દભૂત છે. શ્રીમાળી પોળ માં આવેલ આદેશ્વર ભગવાન નું જિનાલય પણ અતિ પ્રાચિન છે. વિહાર ગ્રુપની પ્રવૃતિઓ સુંદર રીતે સહુ સાથે મળીને બજાવતા રહેજો એવા આશિષ.

mahavir

મહાવીર સ્વામી

simander

સિમંધર સ્વામી

ભરતક્ષેત્ર અને મહાવિદેહ ક્ષેત્ર વચ્ચે ઘણું અંતર છે, છતાં દેવો પોતાની શક્તિ થી જઈ શકે છે.  શાસ્ત્રોમા આવતા ઉલ્લેખ મુજબ નીચે જણવેલ વ્યક્તિઓ મહાવિદેહક્ષેત્ર માં જઈ આવેલ છે. તેમજ મહાવિદેહ ક્ષેત્ર થી પણ મુનિઓ અહીં આવેલ તેવો ઉલ્લેખ મળેલ છે.

૧) ભરતક્ષેત્ર માં વર્તમાન ચોવીસી નાં ર૦ મા તીર્થકર કરૂણાસાગર શ્રી મુનિસુવ્રત સ્વામિ નાં સમયમાં મહાવિદેહ ક્ષેત્ર ના વિહરમાન તીર્થકર શ્રી સિમંધર સ્વામિ ભગવાન ના ૪ મુનિવરો ભરતક્ષેત્ર માં આવ્યાં હતાં. તેઓ કૂર્માપુત્ર કેવલી ના સાન્નિધ્યમાં કેવળજ્ઞાની થયા હતા એવી વાત કૂર્માપુત્ર ચરિત્ર મા આવે છે. 

૨) જૈન રામાયણ મુજબ  વિહરમાન તીર્થકર  શ્રી સિમંધર સ્વામિ નો દીક્ષા મહોત્સવ જોવા માટે નારદજી પોતે અહીંથી મહાવિદેહક્ષેત્ર માં ગયાં હતા તેવી વાત જૈન રામાયણ માં આવે છે.

Hemchandracharya English WiKi


કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય

(વિકીપીડિયા ગુજરાતી પેજ)

લિખિત ત્રિશષ્ઠી શલાકાપુરૂષનનું ૭ મું પર્વ (વિભાગ) એટલે જૈન રામાયણ   

( ત્રિશષ્ઠી શલાકાપુરૂષ જેમાં ૨૪ તીર્થકર, ૧૨ ચક્રવર્તી, ૯ બળદેવ, ૯ વાસુદેવ અને  ૯ પ્રતિવાસુદેવ મળીને ૬૩ વિશિષ્ટ પુરૂષો ના ચરિત્ર નું વર્ણન કરેલ છે. કુલ ૧૦ પર્વ (વિભાગ) છે. તેમાં ૭ માં પર્વ માં આઠમા વાસુદેવ લક્ષ્મણ અને આઠમા બળદેવ રામ ની વાત આવે છે. ) 

૩) તેમજ કૃષ્ણ-રુક્મિણીના પુત્ર પ્રધુમ્નકુમારના અપહરણ વખતે નારદમુનિએ મહાવિદેહક્ષેત્રમાં જઈને સીમંધર સ્વામીને તેમના અપહરણનું વૃત્તાંત – પૂર્વભવનો ઈતિહાસ વગેરે જાણીને રુક્મિણીને જણાવ્યો હતો.

pradyumnanaradakrishna

૪)ભરતક્ષેત્રના ચરમશરીરી* કામગજેન્દ્ર પોતાના મિત્રદેવ ની સહાયથી મહાવિદેહક્ષેત્રમાં સિમંધરસ્વામીના સમવસરણમાં જઈને સમકિત પ્રાપ્ત કર્યુ હતુ ત્યાંથી પરત ભરતક્ષેત્ર માં આવી ચરમતીર્થપતિ પરમાત્મા મહાવીરદેવ પાસે પત્ની સહિત દિક્ષા લઈને મોક્ષે ગયા હતા.

* ચરમશરીરી – આ જ ભવમાં આઠ કર્મો ને ખપાવી મોક્ષે જનાર આત્મા.

૫) અવંતીનગરીના ધનદત્તશ્રેષ્ઠિના પુત્ર મહાનંદકુમારે આકાશગામીની વિધાના બળથી મહાવિદેહક્ષેત્રમાં જઈને સિમંધરસ્વામી ભગવાનને પોતાના કુટુંબનો પૂર્વભવ પૂછ્યો હતો. 

devo

 

૬)  સ્થૂલભદ્રજી ના બહેન યક્ષાસાધ્વીજી ભાઈ શ્રીયકની તપશ્ચર્યા તથા દેવલોકગમન અંગે સમાધાન મેળવવા શાસનદેવીની સહાય થી મહાવિદેહક્ષેત્ર માં સીમંધરસ્વામી ભગવાન પાસે ગયા હતા અને સમાધાન ની સાથે “ભાવના”, “વિમુક્ત”, “રતિકલ્પ” અને “વિચિત્રચર્યા” નામની ચાર ચુલિકા લઈને પાછા આવ્યા હતા. જેમાંની ર ચુલિકાઓ ની શ્રી આચારાંગસૂત્રના અંતે અને ર ચુલિકાઓની શ્રી દસવૈકાલિક સૂત્રના અંતે સંયોજના કરી.

 Sadhvi_Yaksha_001

 

 

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.