રત્ન કણિકાઓ

આ જગતમાં જૈન આગમો ન હોત તો મારા જેવાં અનાથો નું શું થાત ?

પંચ સૂત્ર પ્રવચનો : પંન્યાસ પ્રવર શ્રી ચંદ્રશેખર વિજયજી મ. સા.
[ સંવત ૨૦૫૭ અષાઢ વદ-૬ તા. ૧૨-૦૭-૨૦૦૧ ગુરૂવાર, સ્થળ : માટુંગા ]

 • મોટા ભાગના જીવો નું જીવન પરિવર્તન સત્સંગ થી થાય છે.
 • બધું વિનાશી છે. દુનિયા માં કંઈ પણ અવિનાશી નથી.
 • નદી મર્યાદા સાચવે તો ગામો ને પાણી મળે, મર્યાદા મુકે તો ગામો તારાજ થાય. સાધુ મર્યાદા છોડે તો ભયાનક નુકશાન થાય, ભવોભવ બગડે
 • Raise the height of Purity. તમારી પવિત્રતા ની ઉંચાઈ વધારો.
 • One man’s purity can save the world.એક માણસ ની પવિત્રતા સમગ્ર વિશ્ર્વને બચાવી શકે.
 • જૈનો ધર્મ થી ભલે જૈન હોય, પ્રજા થી તો હિન્દુ જ છે. જૈનો એ હિન્દુઓમાં જ રહેવાય. લઘુમતિ માં જઈને હિન્દુઓ થી જુદા ન પડાય.
 • આ કાળમાં કોઈએ કોઈને પોતાની બહેન કે પોતાનો ભાઈ બનાવવા જેવો નથી.
 • આ જગતમાં જૈન આગમો ન હોત તો મારા જેવાં અનાથો નું શું થાત ?
 • અબ્રહ્મ ના પાપ કરતાં ય ભયંકર પાપ છે : ગુરુદ્રોહ.
 • સંસાર માં માતા પિતા અતિથી અને ગુરુ ભગવાન બરાબર છે. તેમની આશાતના ન કરાય. તેમના નિશાસા ન લેવાય.
 • દેવનાર ના કતલખાના ના પશુઓની હાય થી લાતુર નો ધરતીકંપ થયો હતો.
 • પાપ કરનારો પછી થી જો ખરા દિલથી પશ્ર્ચ્યાતાપ કરે તો તે પાપી કહેવાતો નથી. તેમજ ધર્મ કરનારો પછી થી તેનો અહંકાર કરે તો તે ધર્મી કહેવાતો નથી.
 • માતા પિતા કે ગુરુ નો દ્રોહ કદી કરવો નહિ. તેનો પરચો આ ભવમાં જ મળતો હોય છે.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.