રત્ન કણિકાઓ

હંમેશા મિઠું બોલો, ક્રોધ કદી ન કરો …

પંચ સૂત્ર પ્રવચનો : પંન્યાસ પ્રવર શ્રી ચંદ્રશેખર વિજયજી મ. સા.
[ સંવત ૨૦૫૭, સ્થળ : માટુંગા, મુંબઈ ]

 • ગેટ વે ઓફ રિલીજિયન કોણ ? સત્સંગ
 • સાધુએ સાધુ જીવનની મર્યાદાઓ પાળવી જ જોઈએ, જે ન પાળી શકે તેણે શ્રાવક બની જવું જોઈએ.
 • સાંભળ્યા વિના સમજાતું નથી, સમજ્યા વિના પમાતું નથી, પામ્યા વિના જીવન માં ઉતરતું નથી.
 • સંતો ના સત્સંગ વિના આત્મકલ્યાણ શક્ય નથી.
 • બધા પ્રવચનો નો સાર : મિઠ્ઠું બોલો, ક્રોધ કદી ન કરો.
 • દોષો ના જાગરણ ની પહેલી ક્ષણ કતલ ની હોય છે. તે ક્ષણે ચેતી જાઓ. કાં મૌન થાઓ કાં ત્યાંથી ભાગી જાઓ.
 • કિંમત રૂપિયા ની નહીં, મીઠાસ ની છે. માટે તો આપણે ત્યાં પ્રભાવના રુપે પતાસા, પેંડા વગેરે મિઠી ચીજો અપાતી હતી.
 • સામે જૈન મળે તો બે હાથ જોડીને પ્રણામ કહેવાય, અજૈન મળે તો જય જિનેન્દ્ર, ગુરૂ મહારાજ ને મત્થએણ વંદામિ અને ભગવાન નાં દર્શન થાય તો નમો જિણાણં કહેવાય.
 • સ્વ – પર શાસ્ત્ર ના જે જ્ઞાતા હોય તે ગીતાર્થ કહેવાય.
 • શુદ્ધિ અને પુણ્ય જેની પાસે જોરદાર હોય  તો દેવ સાનિધ્ય મળે. 
 • દેવ સાનિધ્ય અને શ્રીમંતો ના આર્થિકબળ  વિના વિશિષ્ટ કોટિ ની શાસન પ્રભાવના શક્ય નથી.
 • કર્મ ધૂનન અને સ્વજન ધૂનન, બંને જરૂરી છે. સ્વજનો પ્રત્યે ની આશક્તિ  ખૂબ ખરાબ છે. તે દૂર કરવી જ પડે.
 • તાલીમ વિનાની  દીક્ષાઓ  યોગ્ય  નથી.
 • અભિમાની ને વિદ્યા અપાય નહિં.
 • કંદર્પ ને જીતનારા (સ્થૂલભદ્રજી) દર્પ માં હારી ગયા.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.