Q. મત્થેણ વંદામિ ગુરૂદેવ શ્રી,  આપ નાં ગોરેગામ ના પ્રવચનો એ તો જીવન ને નવો દ્રષ્ટિકોણ આપી દીધો. મારાં એક મિત્ર કે જેઓ જૈન ધર્મ જાણે છે  પણ વૈજ્ઞાનિક પધ્ધતિ ના જીવન નાં પક્ષપાતી પણ છે.  તેમણે રાત્રિભોજન વિષયમાં નીચે મુજબ દલીલો કરી.

ચરમ તીર્થપતિ પરમાત્મા મહાવીર સ્વામી આજથી લગભગ ૨૫૦૦ વર્ષ પહેલાં થયાં.

થોમસ આલ્વા એડિસને ઈલેકટ્રીક બલ્બ ની શોધ કરી ૪ નવેમ્બર ૧૮૭૯ માં પેટન્ટ માટે અરજી કરી.

તો પહેલાં રાતનાં  અંઘકાર માં ઓછાં પ્રકાશ માં જોઈ ન શકવા ના કારણે ભગવાને આવી આજ્ઞા કરી હશે ? હવે તો રાત્રે પણ સૂર્ય પ્રકાશ  વગર જોઈ શકાય છે. તો રાત્રે કેમ ન ખવાય ?

ગુરૂદેવ આવા પ્રશ્ન નો શું જવાબ આપવો ? 

સમકિત ગ્રુપ ની પ્રવૃતિ ઓ સરસ ચાલી રહી છે.

મિતુલ, ગોરેગામ (વે.)

 Ans. ધર્મલાભ, મિતુલ આવા પ્રશ્નો આજનાં તર્કવાદી ઓ તરફ થી થવા સ્વાભાવિક છે. પણ હું ફરી થી સ્પષ્ટ રીતે કહું છું કે અંધારા માં ખાવું કે અજવાળામાં ખાવું અેવી પરમાત્મા ની વાત નથી માટે કોઈ પણ શંકા કરવી યોગ્ય નથી.

samvasaran

પરમાત્મા મહાવીર દેવ ની આજ્ઞા છે 

રાત્રિભોજન ન જ કરવું .

રાત્રિભોજન નર્ક નું પ્રવેશદ્વાર છે.

 

વૈજ્ઞાનિક દ્રષ્ટીકોણ

સૂર્ય નો ઉદય થતાં  દિવસ ની શરૂઆત થાય છે. સૂર્યાસ્ત થતાં દિવસ પૂર્ણ થાય અને રાત્રિ નો સમય શરૂ થાય છે.જેવો સૂર્ય અસ્ત થાય કે તરતજ અનેક સૂક્ષ્મજીવો ની ઉત્પતિ થાય છે. એટલાં નાનાં કદનાં આ જીવો છે કે ઈલેકટ્રીક લાઈટ ના પ્રકાશ માં પણ નરી આંખે તો તમને ન જ દેખાય. કદાચ હાઈ પાવર માઈક્રોસ્કોપ માં જોઈ શકાય. 

સૂર્ય નો પ્રકાશ આ ધરતી ઉપર ફેલાતાં  સૂક્ષ્મજીવો ઉત્પન્ન થઈ શકતા નથી. જે હોય છે તે પણ દૂર દૂર સંતાઈ જાય છે.

 

mosquitoસાવ સામાન્ય ઉદાહરણ આપું તો મચ્છર કે જે સૂર્ય ની હાજરી માં નથી દેખાતાં તે સાંજ થતાંજ અચાનક જ ઉડતાં દેખાય છે. બીજું  આ ઈલેકટ્રીક લાઈટ નો પ્રકાશ તો તેમને આકર્ષનારો છે. તે જોયુંજ હશે કે ઘર માં કે સ્ટ્રીટ લાઈટ ની આસપાસ તો પુષ્કળ પ્રમાણમાં ઉડતાં દેખાય છે. આમ આ તો વધુ ખતરનાક છે અને બિમારીઓ ને સામેથી આમંત્રણ આપનાર છે.  આમ લાઈટ નો પ્રકાશ જીવો ને ઉત્પન્ન થતાં અટકાવી શકતો નથી કે હોય તેને દૂર પણ કરી શકતો નથી. અરે દૂર કરવાની વાત તો જવા દો ઢગલાબંધ જીવો ને પોતાની આસપાસ ભેગા કરી દે છે. તો રાત્રી માં લાઈટો ના અજવાળામાં પણ શી રીતે ખાઈ શકાય ?

 

Sunflower_sky_backdrop

બીજી વાત સૂર્ય નો પ્રકાશ ધરતી પર પડતાં ની સાથેજ ફુલો ની કળીઓ ખીલી ઉઠે છે. આજની દુનિયા ના કોઈજ આર્ટિફિશિયલ પ્રકાશ નું ઉદગમ સ્થાન ફુલો નથી ખીલવી શકતું. સૂર્ય પ્રકાશ અને કૃત્રિમ પ્રકાશનાં વેવ લેન્થ માં ખૂબજ ફરક છે. આમ સૂર્યના પ્રકાશ ની શક્તિ અને લાઈટ ની પ્રકાશ ની શક્તિ જુદા જુદા પ્રકાર ની છે, માટે સૂર્યના પ્રકાશમાં જ ખવાય પણ તેના કરતીમ પણ વધારે લાઈટ ના પ્રકાશ માં તો ન જ ખવાય.

પરમકૃપાળુ જગદગુરૂ તીર્થકર પરમાત્મા નાં વિશુધ્ધએવાં કેવળજ્ઞાન ને આપણાં અધુરાં જ્ઞાન ના તર્ક ના ત્રાજવે ના તોળાય. કેવળજ્ઞાની પરમાત્મા ની આજ્ઞા મુજબ જ જીવન જીવવું જોઈએ. રાત્રિભોજન નો સર્વથા ત્યાગ જ કરવો. 

 

lightsourcesfigure3

sloar spectrum2

 

 

 

 

 

 

ઉપરનાં બન્ને ચિત્રો માં તમે જોઈ શકો છો કે સૂર્યપ્રકાશ માં જે UV અને IR કિરણો વિઘટન પામેલા છે તે બીજા કોઈ જ પ્રકાશ માં નથી જોવાં મળતાં.

જે પ્રકાશ  આપણે જોઈ શકીએ છીએ તે તો માત્ર Visible ( 400 – 700 nm wavelength) રેન્જ માત્ર જ છે. બીજા કિરણો નું અસ્તિત્વ તો પ્રયોગશાળામાં પ્રકાશનું વિઘટન કરી મેળવેલા સ્પેક્ટ્રમ ના માધ્યમ થી ખ્યાલ માં આવે છે.

પરમાત્મા નું જ્ઞાન સંપૂર્ણ છે, વિજ્ઞાન ની મર્યાદાઓ છે. માટે પરમાત્મા ના વચન નો પૂર્ણ આદર થી સ્વીકાર કરવો.

પં. મેઘદર્શન વિજયજી

 

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.