રત્ન કણિકાઓ

સંસાર ના રાગ Vs. સંયમ નો રંગ
તત્ત્વજ્ઞાન પ્રવચનો : પંન્યાસ શ્રી મેઘદર્શન વિજયજી મ. સા.
[ સંવત ૨૦૫૭ અષાઢ વદ-૬ તા. ૧૨-૦૭-૨૦૦૧ બુધવાર સ્થળ : માટુંગા ]
 • જેનું હૃદય કઠોર, નઠોર હોય તે અભવ્ય હોઈ શકે.
 • પ્રવૃત્તિ અને પરિણતિ ભેગા થઈને કર્મો ની રજકણો ને આત્મા ઉપર ચોંટાડે છે.
 • મોક્ષ માં રહેલા આત્માઓ ઉપર કોઈ કર્મો નથી માટે જ તેઓ સાચા અર્થ માં સુખી છે.
 • સાચો ધર્મી તે જ કહેવાય કે જેનું માથું બરફ કરતાં ય વધારે ઠંડુ હોય અને જેનું હૃદય માખણ કરતાં ય વધારે કોમળ હોય.
 • જેણે પોતાના ઘર સુપાત્રદાન માટે બંધ કર્યા તેણે પોતાની સદગતિ ની દરવાજા બંધ કર્યા
 • આદિનાથ ભગવાન અને મહાવીરભગવાન ના આત્મ-વિકાસ નું મૂળ સુપાત્રદાન છે.
 • જ્ઞાનનું ફળ વિરતી છે, જે જ્ઞાન આચારમાં પરિણમતું નથી તે જ્ઞાન કોઈ લાભ કરાવી શકતું નથી તે માત્ર જાણકારી છે જ્ઞાન નથી.
 • જેને ડૂબવું જ છે તરવું જ નથી, તેને ભગવાન પણ તારી શકે તેમ નથી.
 • અનંતા ભવો ભમ્યાનું ભાન અને હવે પછી ના અનંતા ભવો રખડવાનો ભય; આ ભાન અને ભય સંસાર નામના રોગ ને ખતમ કરનારી દવાઓ છે.
 • સંસાર નો રાગ જેટલો ખરાબ છે, તેનાં કરતાંય વધારે ખરાબ તો સંસારના રાગ ઉપર નો રાગનો છે. તે તો દૂર કરવો જ જોઈએ.
 • દીક્ષા ન લઈ શકો તો કદાચ ચાલશે, પણ દીક્ષા લેવાના ભાવો પણ થતાં નથી તેનો ત્રાસ નહિ હોય તો નહિ ચાલે.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.