તત્ત્વજ્ઞાન પ્રસાદી – ૧ – જ્ઞાન પ્રસાર
પ. પૂ. આચાર્ય શ્રીમદ વિજય મેઘદર્શનસૂરીશ્વરજી મહારાજ સાહેબ માર્ગદર્શિત તથા આત્મશુદ્ધિ પરિવાર દ્વારા સંચાલિત

તત્ત્વજ્ઞાન પ્રસાદી – ૧

રત્ન કણિકાઓ

 
આ દુનિયા ભગવાને બનાવી નથી, પણ બતાવી છે.
તત્ત્વજ્ઞાન પ્રવચનો : પંન્યાસ શ્રી મેઘદર્શન વિજયજી મ. સા.
[ સંવત ૨૦૫૭ અષાઢ વદ-૫ તા. ૧૧-૦૭-૨૦૦૧ બુધવાર સ્થળ : માટુંગા ]
  • Subject (આત્મા) વિના Object (પદાર્થો) ની કોઈ કિંમત નથી.
  • સોય અડાડતાં શરીર ના જે ભાગમાં પીડા થાય ત્યાં બધે જ આત્મા છે.
  • આત્મા, આત્મા-કર્મ નો સંયોગ અને સંસાર આ ત્રણે અનાદિ છે.
  • આત્મા નો પ્રથમ ભવ નહોતો. પહેલું સ્થાન હતું. આત્મા અવ્યવહાર રાશિની નિગોદ માં હતો.
  • એક આત્મા મોક્ષે જાય ત્યારે એક આત્મા નિગોદમાં થી બહાર નિકળે.
  • પાંચમા અનંતા જેટલા આત્માઓ મોક્ષે ગયા છે. તેના અનંતગણા એટલે આઠમા અનંતા જેટલા આત્માઓ કંદમૂળ વગેરે નિગોદ ના સૂક્ષ્મઅંશમાં છે.
  • જેમનામાં મોક્ષે જવાની યોગ્યતા નહોય તે આત્માઓ અભવ્ય કહેવાય. જેમના માં મોક્ષે જવાની યોગ્યતા હોય તેઓ ભવ્ય કહેવાય.
  • હું ભવ્ય હોઈશ કે અભવ્ય ? એવી શંકા જેને પડે તે ભવ્ય જ હોય.
  • શત્રુંજય તીર્થ ની સ્પર્શના જેણે કરી હોય તે પણ ભવ્ય હોય.
 
  • નિગોદમાંથી આપણી નિકાસ કરવામાં સિદ્ધ ભગવંતો નો ઉપકાર છે તો મોક્ષ સુધીનો વિકાસ કરવામાં અરિહંત ભગવંતો નો ઉપકાર છે.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

May 2020
M T W T F S S
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

Subscribe to Gyanprasar via Email

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 190 other subscribers

%d bloggers like this: