શ્રી જિનેશ્વર ભગવંતોએ બાર વ્રત અને તે દરેક વ્રતની આચારમંડિત વિલક્ષણ આચારસંહિતા ઘડી આપી છે.
શ્રાવક અને શ્રાવિકા માટેના બાર વ્રતો ત્રણ ભાગોમાં વિભક્ત છે.

૧. અણુવ્રત : (મૂળભૂત નાના વ્રતો-નિયમો)
૨. ગુણવ્રત : (મૂળભૂત વ્રતોને બળ આપનાર ગુણરૂપ વ્રતો)
૩. શિક્ષાવ્રત : (સંસારમાં સાધુ જીવનની ઝાંખી કરાવતા અભ્યાસમૂલક વ્રતો)

અણુવ્રત પાંચ , ગુણવ્રત ત્રણ , અને શિક્ષાવ્રત ચાર છે.આ વ્રતો દ્વારા ગૃહસ્થોએ શું ન કરવું જોઈએ તેની વિશદ છણાવટ કરવામાં આવી છે.
આ દરેક વ્રતના પાંચ-પાંચ અતિચાર છે.અતિચાર એટલે ભૂલ-શરતચૂક. ગૃહસ્થોએ બાર વ્રતોના પાલનની સાથોસાથ દરેક વ્રતના અતિચારોનો પણ ત્યાગ કરવાનો છે.

શ્રાવક / શ્રાવિકા જીવનના બાર વ્રત :

પાંચ અણુવ્રત :

૧.સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત
૨.સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત
૩.સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત
૪.સ્થૂલ મૈથુન વિરમણ વ્રત
૫.સ્થૂલ પરિગ્રહપરિમાણ વ્રત

ત્રણ ગુણવ્રત :

૬. દિક્પરિમાણ વ્રત
૭.ભોગોપભોગ-વિરમણ વ્રત
૮.અનર્થદંડ વિરમણ વ્રત

ચાર શિક્ષાવ્રત :

૯.સામાયિક વ્રત
૧૦.દેસાવગાસિક વ્રત
૧૧.પૌષધોપવાસ વ્રત
૧૨.અતિથિસંવિભાગ વ્રત

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.