[siteorigin_widget class=”SiteOrigin_Widget_Image_Widget”][/siteorigin_widget]

જય જિનેન્દ્ર,  જય આદિનાથ

સ્વ – પર નાં કલ્યાણ ની ભાવના ભાવનારાં યુગ પ્રધાન આચાર્યસમ પરમ પૂજ્ય ચંદ્રશેખર વિજયજી મ.સા. ના શિષ્યરત્ન એવાં પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ વિજય મેઘદર્શનસૂરીશ્વરજી મહારાજ સાહેબ સિદ્ધહસ્ત લેખક પણ છે. જૈનશાસન ના તત્વજ્ઞાન ઉપર તો તેમની માસ્ટરી છે.

આવા ઉપકારી ગુરૂદેવ નાં દર્શન સાનિધ્ય એક લહાવો છે. તેમની કલમે લખાયેલ પુસ્તકો અખિલ ભારતીય સંસ્કૃતિ રક્ષક દળે પ્રકાશિત કરેલ છે.  ઉત્તમ શાસન સેવા અને પ્રભાવના કરી રહેલાં ગુરૂદેવ ને કંઈક અંશે પામવા નો નમ્ર પ્રયાસ જ્ઞાનપ્રસાર વેબસાઈટ ના માધ્યમ થી  કરતાં રહીએ . . .

 

 

પ. પૂ. આચાર્ય શ્રીમદ વિજય મેઘદર્શનસૂરીશ્વરજી મ. સા. દ્વારા સાહિત્ય સર્જન

 • “ઘેર બેઠાં તત્વજ્ઞાન” માસિક દ્વારા લગાતાર ૧૨ વર્ષ સુધી તેમણે હજારો લોકોના ઘરે ઘરે જિનશાસન ના તત્વજ્ઞાન ને સહુને સમજાય તેવી સરળ ભાષામાં પહોંચાડ્યું છે.
 • કર્મ નું કમ્પ્યુટર ભાગ ૧-૨-૩

કર્મ વિજ્ઞાન માં તેમની અદ્દભૂત માસ્ટરી છે. આ પુસ્તકો માં કર્મવિજ્ઞાન ને અત્યંત સરળ અને મનભાવન રીતે સમજાવ્યું છે.આ પુસ્તકો માટે તો  Excellent ∞ 

 (Excellent raised to infinity) અભિપ્રાય વાચકો તરફથી અપાયો છે.

 • શ્રાવક જન તો તેને રે કહીએ
  ત્રણ ભાષ્ય ના આધારે સરળભાષામાં દર્શન-વંદન-પૂજન-પચ્ચક્ખાણ-ભોજનવિધિ વગેરેના અદ્દભૂત રહસ્યો સમજાવી ને સાચા આચારસંપન્ન સમજુ-વિવેકી શ્રાવક નાં ગુણો આત્મસાત કરવાની પ્રેરણા આપેલ છે.

 • વ્રત ધરીએ ગુરુ સાખ
  સમકિત ના ૬૭ બોલને વિગત થી સમજાવીને, પાયો મજબૂત કરી વાર્તા તથા નિયમો ના માધ્યમે ૧૨ વ્રતધારી શ્રાવક-શ્રાવિકાની ઈમારત ખડી કરવાની પ્રેરણા સરળ ભાષામાં કરી છે.

 • જ્ઞાન દીપક પ્રગટાવો ભા. ૧ થી ૪ (Objective Q & A)
  આ પુસ્તકો માં જૈન શાસન ના જુદા જદા ૬૦ થી ૭૦ વિષયના ૬૦૦૦ થી પણ વધારે સવાલો અને જવાબો અપાયા છે. ગાગર માં સાગર સમાન જ્ઞાન સમાવતાં આ પુસ્તકો નું વાંચન જૈનશાસન ના અનેક વિષયો નું જ્ઞાન આપશે.
  સૂત્રો ના રહસ્યો ભા. ૧,૨
  આ પુસ્તકો માં ગણધર ભગવંતો એ રચેલાં સૂત્રો નાં અર્થ અને તેમાં ઘૂઘવાટ કરતા રહસ્યો અદ્દભૂત રીતે રજૂ થયા છે.

 • તારક તત્વજ્ઞાન
  જીવ વિચાર – નવ તત્વના અદ્દભૂત પદાર્થોની સરળ રજૂઆત સહિત નાસ્તિકને પણ આસ્તિક બનાવતી આત્માની યુક્તિસભર સાબિતી રજૂ કરાઈ છે.

 • પ્રસન્ન રહેતા શીખો
  શાંતી-સમાધિ-પ્રસન્નતા પામવાની માસ્ટરકી આપતા આચાર્ય શ્રીમદ મેઘદર્શનસૂરીશ્વરજી આ પુસ્તક ના માધ્યમ થી જીવન જીવવાની કળા શિખવે છે.

 • આદીશ્વર અલબેલો રે
  શત્રુંજય તીર્થાધિપતિ, યુગાદિદેવ, તારક પરમાત્મા પ્રથમ જિનેશ્વર ઋષભદેવ ભગવાનના તેર ભવોની કથા છે. ભક્તામર સ્તોત્રના રચિયતા પૂજ્ય માનતુંગસુરી મ.સા. લખે છે

  आस्तां तव स्तवनमस्त समस्त दोषं,
  त्वत्संकथाडपि जगतां दुरितानि हन्ति
  दूरे सहस्त्रकिरणः कुरुते प्रभैव,
  पद्माकरेषु जलजानि विकाशभांजि ।।

  અર્થાત જેમના ગુણો નું સ્તવન કરવા થી જગતનાં સર્વ દોષો નાશ પામે છે,
  જેમની કથા સાંભળવા માત્ર થી સર્વ વિઘ્નો, સંતાપ દુર થાય છે.
  જેમ હજારો સુર્યકિરણો થી સરોવર માં રહેલાં કમળો પુર્ણતઃ વિકાસ પામે છે
  તેમ જીવનમાં સમ્યક્ત્વ ના નવા દૃષ્ટીકોણ નો વિકાસ થાય છે.

  અલબેલાં આદિશ્વર ભગવાન નાં જીવન કથન દ્વારા અદ્દભૂત તત્વજ્ઞાન પણ સમજાવતાં શ્રીમદ વિજય મેઘદર્શનસૂરીશ્વરજી મ.સા. લિખિત પુસ્તક આદેશ્વર અલબેલો રે.

 • ચાલો ચાલો સિદ્ધગિરિ જઈએ રે
  પાલિતાણાં સિધ્ધાંચલજી ની જાત્રા કરતાં ભાવિકો માટે પોકેટ સાઈઝ પુસ્તક છે
  શત્રુંજય તીર્થ નાં વિવિધ સ્થાનો નું મહત્વ જાણી શકે
  શાશ્વત એવાં ગિરિરાજ ની વિઘિ પૂર્વક આરાધના કરી શકે
  આશાતનાઓ થી બચી શકે
  યાત્રાનાં આનંદ-ઉલ્લાસ માં શતગણો વધારો થાય

 • તત્વઝરણું અને હિંદી અનુવાદ (तत्व झरणां)
  જૈન શાસન ના સમગ્ર તત્વજ્ઞાન ના નિચોડ ને સરળશૈલીમાં સમજાવે છે

 • કલ્યાણમિત્ર
  જીવન માં સમાધિ પમાડવાનું કાર્ય કરે છે
  સદ્દગતિ માટે જરૂરી સમાધિ સહુ કોઈ પ્રાપ્ત કરી શકે તે માટે કલ્યાણમિત્ર સમાન છે
  આ પુસ્તકની પ્રત દરેક જૈનો નાં ઘરઘરમાં હોવી જ જોઈએ

આવાં અનેક પુસ્તકો નું સર્જન કરનાર પ.પૂજ્ય આચાર્ય શ્રીમદ વિજય મેઘદર્શનસૂરીશ્વરજી મ. સા. ના પુસ્તકો http://gyanprasar.org/books વેબસાઈટ પર વાંચી શકશો.

પુસ્તકો મેળવવા માટે પ્રાપ્તિ સ્થાન

દિનેશભાઈ
C-4, ઝલક એપાર્ટમેન્ટ,
ભઠ્ઠા, પાલડી,
અમદાવાદ – ૯
ફોન નં. 9426050530
વર્ધમાન સંસ્કારધામ
ભવાની કૃપા બિલ્ડીંગ,
ગિરગામ ચર્ચ સામે,
ઓપેરા હાઉસ,
મુંબઈ
મનોજભાઈ
લોક એવરેસ્ટ,
મુલુંડ(વે.)
ફોન નં. 9822095238
મુંબઈ
જ્ઞાન પ્રસાર
અશોકભાઈ મહેતા
 ઝવેર રોડ, મુલુંડ (વે.)
ફોન નં. 9322220707
મુંબઈ