ગુરૂદેવ શ્રી ચંદ્રશેખર વિજયજી એટલે પ્રવૃતિઓ વચ્ચે
પણ નિવૃતિનું જીવન જિવવાની કળાના સ્વામી . . .

00

શાસન સેવાસાધર્મિક ઉત્કર્ષસંસ્કૃતિ રક્ષાજ્ઞાન દિપકજીવદયા અને કરૂણાસંયમ અને સાધનાપાલખી દિન
 • જિનશાસન અને સંઘસમાધિ તેમના શ્વાસ અને પ્રાણ હતા
 • સંસ્કૃતિ ના રખોપા હતા
 • રાષ્ટ્રરક્ષા નાં ખડતલ સૈનિક હતા
 • ધર્મ માટે પ્રાણનું બલિદાન આપનારા હતા
 • તીર્થરક્ષા માટેના મરજીવા હતા
 • અંતરિક્ષજી તીર્થની રક્ષા ની વાત હોય કે ગરવા ગિરનાર ના સંરક્ષણ ની જરૂરિયાત
 • યુવાનો ના રાહબર હતા
 • નવી પેઢી નાં સંસ્કરણદાતા હતા
 • ૮૮ ઉતમ શિષ્યો ની જિન શાસન ને ભેટ  ધરી
 • સંઘ ના હિતચિંતક હતા
 • શાસન ના માશૂક હતા
 • ર૭૫ પુસ્તકો નું સર્જન કરી ને ગુરૂદેવે જિનશાસન ની ઉત્કૃષ્ટ સેવા કરી .
 • અમદાવાદ લાંભાનું હેમચન્દ્રાચાર્ય નગર હોય કે સુરત – અમરેલી નું ચંદ્રપ્રેમ આવાસ
 • મુંબઈ માં મિરાંરોડ નું વિનયનગર હોય કે વિરાર નું રાજીવ નગર
 • બધે સાધર્મિક ઉત્થાન ના પાયા માં તો પૂજ્યશ્રી હોય જ.
 • જૈનો ના લઘુમતિમાં જવાના વિરોધ ની વાત હોય કે કટોકટી માં રાષ્ટ્રખુમારી ની વાત હોય કેન્દ્રોમાં તો પૂજ્ય ગુરૂદેવશ્રી જ.
 • નેમ – રાજુલ ના નાટક ના વિરોધ ની વાત હોય કે પ્રભુવીર ની રાષ્ટ્રિય ઉજવણી નો વિરોધ પૂજ્યશ્રી વિના સુકાન કોણ સંભાળે ?
 • હજારો યુવાનો ને ભવઆલોચના કરાવીને શુદ્ધિ આપી
 • અનેક શ્રમણ – શ્રમણીઓ ના ચારિત્ર્યજીવન નું વાચનાઓ દ્વારા કરેલું ઉત્થાન
 • ટપાલ દ્વારા તત્વજ્ઞાન અને ઘેર બેઠાં તત્વજ્ઞાન માસિકો વડે ઘરઘરમાં જિનશાસન ના પદાર્થો પહોંચાડ્યા
 • મુક્તિદૂત દ્વારા સંસ્કૃતિ ના મશાલચી બન્યા
 • વિરતીદૂત દ્વારા સાધુ – સાધ્વીજી ને આચાર સંપન્ન બનાવ્યાં
 • તો પરિક્ષા ઓ દ્વારા અનેકો ને સ્વાધ્યાય રસિક બનાવ્યા
 • તપોવન સંસ્કારધામ (નવસારી અને અમદાવાદ) માં નવી પેઢી નું જીવંત સંસ્કરણ શરૂ કર્યું
 • સંસ્કૃત પાઠશાળા દ્વારા અનેકો ને પંડિત બનાવ્યા
 • સંસ્કૃતિભવનો અને સંસ્કારધામ વડે યુવાનો ને શાસન ના કાર્યો કરતાં કર્યાં
 • ચોવિહાર હાઉસ દ્વારા સહુ ને રાત્રિભોજન ના મહા પાપ થી બચાવ્યા
 • પર્યુષણ મહાપર્વની આરાધના કરવા મોકલી ને યુવાનો ને આચાર સંપન્ન પ્રભાવકો બનાવ્યા
 • સંઘના ભાવિકો ને સાચા આરાધક બનાવ્યા
 • ર૦,૦૦૦ થી  વધારે શ્ર્લોકો કંઠસ્થ હતાં
 • અનેક શાસ્ત્રો નો ઉંડાણપૂર્વક અભ્યાસ કર્યો
 • શાસ્ત્રજ્ઞ-ગીતાર્થ અને સંવિગ્ન બનવાં છતાં ય પદવી માટે અનાસક્ત રહ્યાં. પદવી પાછળ કદીય ન દોડ્યા, પણ પદ તેઓની પાછળ દોડ્યું. માત્ર જૈનો ના જ નહીં પણ જૈન-અજૈન સહુનાં હૃદય માં વસ્યા.
 • માત્ર ભારતમાં જ નહિ પણ પર્યુષણાદિ આરાધના ના પ્રભાવે વિદેશઓ ના હૃદય માં પણ પહોંચ્યા.
 • પૂજ્યપાદ પરમારાધ્યપાદ ભવોદધિતારક ગુરૂદેવ નાં ગુણો અપાર છે આ તો ઝલક માત્ર જ અને બાહ્ય ઓળખ છે.
 • તેમનો આંતરિક ગુણવૈભવ તો અલૌકિક હતો. તેમની આંતરિક પરિણતિ ટોચકક્ષાની હતી.
 • પાટ ખસેડતાં ચારે પાયા તથા નીચેનો ભાગ પૂંજાયો કે નહિ, તેની પહેલી કાળજી હતી.
 • ટેબલ ઉપર પડેલી દવાની બોટલ ઉપરના નાના અક્ષરો ને પણ પગ ન થાય તેની તકેદારી હતી.
 • ૫૬૦૦૦ કતલખાના નવા બનતાં તેમણે અટકાવ્યાં અને મુંબઈ માં આવેલ દેવનાર ના કતલખાના નાં આધુનિકરણ ને અટકાવવાના  પ્રયાસો કર્યા.
 • સુરત ની પ્લેગ ની ભયાનક તબાહી વખતે રાહત કાર્ય કરાવ્યું
 • સુરત ની રેલ વખતે તરત જ સહુને સહાય કરનારા ગુરૂદેવ જાણે પરમાત્મા ની કરૂણાં નો પ્રકાશ પુંજ બની રહ્યાં. સહુનાં મસીહા બની રહ્યાં.
 • બુંદેલખંડ ની તબાહી હોય કે સુનામી અને વાવાંઝોડાં હોય કે કચ્છ પર કાળો કેર વરતાવનારો ધરતીકંપ હોય, કરૂણા થી છલકાયેલી તેમની આંખડી દુઃખિયારાઓની વહારે પહોંચી જતી.
 • પાંજરાપોળો ના પશુઓને બચાવવા કરોડો રૂપિયાનું માતબર ફંડ કરનારા તેઓ, તો હજારો સાધર્મિકો ના આંસુ લુછનારા પણ તેઓ.
 • રાત્રે ચાલતાં દંડાસન જમીન ને ન અડે તો ચાલેજ નહિ, તેવી જાગ્રતિ હતી.
 • શિષ્યો બનાવવાની તો લેશમાત્ર આસક્તિ નહોતી માટે તો તેમનાથી પામેલા અનેકોની દીક્ષા પ્રાયઃ તમામ ગચ્છો અને સમુદાયો માં થઈ છે, જેઓ સામેથી તેમને વળગ્યા, તેમને જ તેમના શિષ્ય બનવાનું સદ્દભાગ્ય  મળ્યું. સ્વ કે પર નો ભેદ જોયા વિના ગુણાનુરાગી બનીને સહુના ગુણો ગાયા.
 • સંયમ પર્યાય જેમ જેમ વધતો ગયો તેમ તેમ સંયમ ચુસ્તતા તેમનામાં વધતી ગઈ.
 • પુણ્ય પ્રભાવ જેમ જેમ વધતો ગયો તેમ તેમ નમ્રતા વધતી ગઈ.
 • શક્તિ જેમ જેમ ખિલતી ગઈ તેમ તેમ વિનય ઉછળતો ગયો.
 • પ્રભાવકતા જેમ જેમ વધતી ગઈ તેમ તેમ તેમનામાં પવિત્રતા પણ વધતી ગઈ
 • દરરોજ પંચસૂત્ર અને વીતરાગ સ્તોત્ર ના ૭ પ્રકાશ નો ભાવવિભોર બની ને કરાતો પાઠ,

“ ઓ અરિહંત !  મિચ્છામિ દુક્કડમ નો જાપ “ અને
ખામેમી – મિચ્છામિ – વંદામિ નો અજપાજાપ
તેઓશ્રી ની આંતરિક શુદ્ધિનો પાયો હતા.

 • હજારો પ્રવૃત્તિઓ સંઘની-શાલનની-રાષ્ટ્રરક્ષાની –સંસ્કૃતિરક્ષાની કરવાં છતાંય પળે પળે પોતાના આત્માની-પરલોકની ચિંતા-વિચારણા કરવાપૂર્વક સતત સજાગ હતા.
 • પ્રવૃત્તિઓની વચ્ચે પણ નિવૃત્તિ-નિસ્પૃહી-સંયમ થી ભરપૂર જીવન જીવ્યાં અનેકોની વચ્ચે રહીને પણ પોતાની જાત સાથે એકલા જીવવાની કઠીનતમ કલા તેઓશ્રી એ એવી અદ્દભૂત રીતે આત્મસાત કરી હતી કે જેના પ્રભાવે અંતિમ ઘણાં મહિનાઓ માં તેઓશ્રી અત્યંત નિર્લેપ અને પૂર્ણ સ્વસ્થ સમાધિમય જીવન ના સ્વામી બની શક્યા.
 • પોતાના ગુરુવર્ય શ્રી પ્રેમસુરીશ્વરજી મ.સા. અને ત્યારપછી પૂ. ભુવનભાનુસુરીશ્વરજી અને પૂ. જયઘોષસુરીશ્વરજી મ.સાહેબ પ્રત્યે ઉછળતો ગુરુ બહુમાન ભાવ ધારણ કરીને, તેઓશ્રીને પૂર્ણ સમર્પિત રહીને તેઓશ્રી વિવિધ શાસન પ્રભાવક કાર્યો કરવા સાથે ઉચ્ચ પરિણતીની ટોંચે પહોંચી શક્યા હતા.

તા. ૮ ઓગષ્ટ ૨૦૧૧, સોમવાર નાં ગુરુદેવ શ્રી ની સ્વર્ગારોહણ દિન છે.

તેમની પાલખી ૯ મી ઓગષ્ટ ૨૦૧૧ નાં અમદાવાદ શહેરનાં આંબાવાડી જૈન સંઘ-નહેરુનગર ચાર રસ્તા, ધરણીધર દેરાસર, અંજલિ ચાર રસ્તા, પંકજ સોસાયટી-ભઠ્ઠા, ઓપેરા સોસાયટી, જૈન નગર, જલારામ ક્રોસિંગ, મીઠાખળી, નવરંગપુરા, લખુડી તળાવ, નારણપુરા જૈન દેરાસર, વાડજ, ગાંધી આશ્રમથી સાબરમતી, ધર્મનગરથી રામનગર થઇ, ટોલનાકા, મોટેરા સ્ટેડિયમ થઇ તપોવન સંસ્કારપીઠ-અમિયાપુર પહોંચી. પાલખીયાત્રા સાંજે ૫.૩૦ વાગે ગાંધીનગરના અમિયાપુરમાં આવેલા તપોવન સંસ્કાર પીઠ પહોંચી હતી. ઝરમર વરસતાં વરસાદ થી  જાણે કે કુદરત પણ આ વિરલ વિભુતી ને અંજલી આપી રહી .  લોકોએ આંબાવાડીથી અમિયાપુરના માર્ગ ઉપર પાલખીના દર્શન કર્યા હતા અને જોડાતા રહ્યાં .  જ્યારે અમિયાપુર ખાતે પચ્ચીસ હજારથી વધુની મેદનીની ઉપસ્થિતિમાં ગુરુદેવ શ્રી ચંદ્રશેખરવિજયજી મહારાજની અંતિમવિધિ કરવામાં આવી હતી. આ પ્રસંગે માત્ર અમદાવાદ કે ગુજરાત નહીં પણ સમગ્ર ભારતમાંથી મોટી સંખ્યામાં જૈન ભક્તો ઉમટી પડયા હતા

 • તેઓશ્રી નું જીવન અદ્દભૂત કહી શકાય તેવી કરૂણા નું સ્વામી રહ્યું.
 • તેમનાં પાલખીદિને સમગ્ર ગુજરાત માં તમામ કતલખાના બંધ રખાવી મુખ્યમંત્રી શ્રી એ પોતે શ્રદ્ધાંજલી આપી હતી.
 • વૈશ્વિક કોટી નાં આ યુગપુરુષ સંત ને રાજ્યભરનાં અને દેશનાં ખુણે ખુણે થી અનેક લોકોએ રડતી આંખે અને દુઃખી હૃદયે વિદાય આપી હતી.
 • તેમનાં ગુણનુવાદ સભાના દિવસે સુરતમાં તમામ કતલખાના બંધ રહ્યાં હતાં.
 • આવી કુમારપાળ મહારાજા જેવી કરૂણા નાં ગુણ ધરાવનારાં ગુરુદેવશ્રી ને કોટી કોટી વંદન કરીએ અને તેમનાં વારસા ને જીવંત રાખીએ.
 • ગૌ-વંશ હત્યા પર પ્રતિબંધ માટે કાયદો લાવી અને પર્યુષણમાં કતલખાના બંધ રાખવાનો કાયદો લાવનારા ગુરુદેવ શ્રી ના આર્શિવાદ સદાય જૈન સંઘ ને ઉપકારી અને પ્રેરણાદાયક બની રહેશે.

લિ. આચાર્ય વિજય મેઘદર્શન સૂરીશ્વરજી મ.સા.

મારી ત્રણ પ્રાર્થના - અક્ષરદેહે ગુરૂદેવ

Mari 3 PrarthanaMari 3 Prarthana 2


Download590 downloads