કર્મનું કમ્પ્યુટર - ૧


 

કર્મનું કમ્પ્યુટર ભાગ ૧

ભાગ - ૧,૨ અને ૩ માં વહેંચાયેલ પુસ્તકો માટે વાચકો તરફથી (Excellent) એવોર્ડ મળ્યો છે. આ પુસ્તકો માં મુંઝવણો નું માર્ગદર્શન, સવાલો ના સમાધાનો જણાવ્યા છે. 

જૈન શાસન ની વિશ્વ ને અમુલ્ય ભેટ હોય તો તે  છે કર્મ વિજ્ઞાન. આ કર્મ વિજ્ઞાન સમજનારો દુઃખો માં દીન, સુખમાં લીન, પાપોમાં પીન, બુદ્ઘિ માં હીન કે ધર્મ માં ક્ષીણ નહીં બને. જૈન ધર્મ નો કર્મવાદ ડોસીમા નો રોદણાવાદ નથી પણ પુરૂષાર્થવાદ છે. 

દુઃખો કેમ ટળતા નથી ? સુખ કેમ મળતું નથી ? લગ્ન કેમ થતા નથી ? નોકરી કેમ મળતી નથી ? ધંધો કેમ ચાલતો નથી ? ક્રોધ કેમ અટકતો નથી ? ગુણો કેમ ખીલતા નથી ? દોષો કેમ ટળતા નથી ? મોક્ષ કેમ મળતો નથી ? વગેરે ઢગલાબંધ સવાલો ના જવાબો તથા તેના ઉપાયો જાણવા આ પુસ્તકો વાંચવા જ રહ્યા.