Q. હાલ અમેરિકા ની નાસા સંસ્થા જે અવકાશસંશોધનો માં અગ્રગણ્ય ગણાય છે, તેનાં એપોલો – ૧૧ ને ચંદ્ર પર ઉતરાણ નાં ૪૦થી વધુ વર્ષો થયાં તે સાચું હશે ? તેમની પાસે ફોટોગ્રાફ અને વિડીયો પણ છે.

Ans. અશોકભાઈ તમે કમ્પ્યુટર અને લેપટોપ વાપરો છો તો તમારું ઈંગ્લીશ તો ઘણું સરસ હશેજ, તમે Bill Kaysing એ લખેલ પુસ્તક જરૂર થી વાંચજો. નીચે ની લિંક પરથી તે ડાઉનલોડ કરી શકશો. We Never Went to The Moon આ પુસ્તક માં અનેક પુરાવાઓ સાથે તે અમેરિકા ની અવકાશયાત્રા તદન બોગસ છે એમ કહે છે.

We Never Went to The Moon.pdf (Book by Bill Kaysing)

 

આ પુસ્તક નાં આધારે બનેલ ફિલ્મ The Conspiracy Theory પણ દાખલા દલીલ સાથે દર્શાવે છે. વિશ્વની ર મહાસતા અમેરિકા અને સોવિયેટ રશિયા વચ્ચે અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે હરિફાઈ હતી અને રશિયા ઘણું જ આગળ આજે પણ છે. આની અસર અમેરિકા નાં શસ્ત્ર ઉધોગ ને પડે એમ હતી તેથી અમેરિકા એ નેવાડા નાં રણપ્રદેશ માં એપોલોયાન મોકલી શુટીંગ અને ફોટોગ્રાફ્સ લીધાં હતાં એવો દાવો આ  ફિલ્મ કરે છે.

નાસા ના વૈજ્ઞાનિકો જાણે છે કે, જો કોઈપણ અવકાશયાનને ચંદ્ર ઉપર મોકલવાની કોશિષ કરવામાં આવે તો પૃથ્વી અને ચંદ્ર વચ્ચે આવેલાં વાન એલાન નામના કિરણોત્સર્ગ મા થી પસાર થતી વખતે જ અવકાશયાત્રીઓ ના મોત થઈ જાય. અમેરિકા ના પ્રેસિડન્ટ જહોન કેનેડી ને આની ખબર પડતાં જ આખુ એપોલો મિશન રદ કરવા ની તૈયારી કરી દીધી  હતી. આને કારણે ઘણાં લોકોની કમાણી  અટકી જાય તેમ હતી, તેથી તેમની હત્યા કરાવવા માં આવી હતી તેવો ઉલ્લેખ એલીવર સ્ટોન નામના નિર્માતાએ  કર્યો છે.

બિલ ક્લિન્ટન  ને પોતાની આત્મકથા ના પાના નં. ૧૫૬ પર આ ચંદ્રયાત્રા બોગસ હતી તેવો ઉલ્લેખ કર્યો છે. આ કારણે જ નાસા ને ચંદ્ર પર ત્યાર પછી અવકાશયાન મોકલવાનું નાટક બંધ કરવાનીફરજ પડી હતી.

વિજ્ઞાન માં રાજકારણ પણ ભાગ ભજવે છે, જ્યારે ત્રણ લોકનાં નાથ કેવળજ્ઞાની પરમાત્મા ને ઈન્દ્રો અને નરેન્દ્રો પુજે છે. તેઓ  ક્યારેય અસત્ય નું પ્રતિપાદન નથી કરતાં. આધુનિક વિજ્ઞાન કરતાં પણ પરમાત્મા નું જ્ઞાન વિશાળ છે. સહુ માટે  હિતકારી છે.  તેમનાં વાક્યો ને કોઈ જ સાબિતી ની જરૂર નથી. ૨૫૦૦વર્ષ પુર્વે પરમાત્મા મહાવીરદેવે વનસ્પતિ ને જીવ તરીકે વર્ગીકૃત કરેલ છે જ્યારે આજનું Bio Physics  આજથી ૧૫૦ વર્ષ પહેલાં સર જગદીશચંદ્ર બોઝે સાબિત કર્યું ત્યાર પછી માનતું થયું. ત્યાં સુધિ તે વનસ્પતિ ને કેમિકલ પદાર્થ સમજતું હતું. આજે વનસ્પતિ ને સજીવ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. Botany કરી ને વિજ્ઞાન ની શાખા માત્ર વનસ્પતિ પર સંશોધન કરે છે. જ્યારે પરમાત્મા નું જીવવિજ્ઞાન આપણાં ગ્રંથભંડારો માં  સચવાયેલ છે. આપણે માત્ર પ્રાકૃત અને સંસ્કૃત નો થોડો અભ્યાસ કરવો પડે અને પાત્રતા કેળવવી પડે. આપણાં આગમો પાત્રતાં વગર વાંચી ન શકાય. જર્મની માં ઘણી યુનિવર્સિટી માં સંસ્કૃત શિખવવામાં આવે છે. આપણે ત્યાં પણ સંસ્કૃત અને પ્રાકૃત શિખવતી પાઠશાળાઓ ચલાવાય છે.

 

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.