સંવત ૨૦૬૯ નું મુલુંડ નું ચાતુર્માસ

અનંત ઉપકારી અનંત કલ્યાણ ને કરનારા કરૂણાસાગર શ્રી વાસુપુજ્ય દાદા નાં પરમ, પાવન સાન્નિધ્ય માં વિ. સં. ૨૦૬૯ નાં ચાતુર્માસ માટે પૂજ્યપાદ યુગપ્રધાન આચાર્યસમ પંન્યાસ પ્રવર શ્રી ચંદ્રશેખર વિજયજી મ. સાહેબ ના શિષ્ય રત્ન પરમ પૂજ્ય પંન્યાસ પ્રવર શ્રી મેઘદર્શન વિજયજી મ. સાહેબ ની નિશ્રા અમારા શ્રી મુલુંડ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, ઝવેર રોડ સંઘ નાં અહોભાગ્યે પ્રાપ્ત થઈ.

 • પૂજ્ય પં. શ્રી મેઘદર્શન વિજયજી મ.સા. ની કૃપા શ્રી સંઘ પર નિરંતર અમી વૃષ્ટી સ્વરૂપે વરસી રહી.
 • લગાતાર, અસ્ખલિતપણે થઈ રહેલાં રોજ નાં ૪ થી ૫ કલાક નાં જિનવાણી પ્રવચનો. ની અદભુત કૃપા પામી અનેક ભાવિકો નાં જીવન આંતરિક પરિવર્તન પામ્યાં. તર્કસંગત દાખલા દલીલ એ આ પ્રવચનો ના જમાં પાસા બની રહ્યાં.
 • સંયમી, ચુસ્ત અને આચાર સંપન્ન ગુરૂદેવ નિત્ય મેઘ ની જેમ ક્યારેક ઝરમર તો ક્યારેક ધોધમાર વરસતાં રહ્યાં. 
 • તેમનાં અગાધ – અકાટ્ય – અદ્વિતીય – અદભૂત – અલૌકિક જ્ઞાન નો લાભ જેમ અમને મળ્યો તેમજ આવો સંયોગ સમગ્ર વિશ્વનાં પ્રત્યેક ધર્મપ્રેમી વ્યક્તિઓ  ને મળે તે માટે જ્ઞાન પ્રસાર વેબસાઈટ નો પ્રારંભ કર્યો છે.

પરમ પૂજ્ય યુગપ્રધાન આચાર્યસમ ગુરૂમા પરમ પૂજ્ય પંન્યાસ પ્રવર શ્રી ચંદ્રશેખર વિજયજી મ. સા. ના શિષ્યરત્ન
પૂજ્ય પં. શ્રી મેઘદર્શન વિજયજી મ. સાહેબ નું સંયમ જીવન એટલે

 • પરમાત્મા ની આજ્ઞાનુસાર નું સુવિશુદ્ધ સંયમજીવન 
 • સાધના અને આરાધના થી ભરપૂર જીવન
 • શિષ્યો નાં અઘ્યાપન ની સતત કાળજી 
 • વિશેષતઃ સ્વ પર કલ્યાણ ની ભાવના થી ચાલતી પુજ્ય શ્રી ની પ્રવચનધારા
 • અનેકાનેક પુસ્તકો ના લેખન દ્વારા થઈ રહેલી શાસન પ્રભાવના 
  • તેમનાં પુસ્તકો વાંચવા અને ડાઉનલોડ કરવાં જુઓ  http://gyanprasar.org/books
  • તેમનાં અમુક પુસ્તકો અન્ય ભાષાઓ માં પણ અનુવાદિત થયાં છે.

પરમ પૂજ્ય યુગપ્રધાન આચાર્યસમ ગુરૂમા પરમ પૂજ્ય પંન્યાસ પ્રવર શ્રી ચંદ્રશેખર વિજયજી અને
આવું સાધનાંમય જીવન જીવનારા સંયમી ગુરૂદેવ પ. પૂ. પં. શ્રી મેઘદર્શન વિજયજી મ.સા. ને કોટી કોટી વંદન.

 

જ્ઞાન પ્રસાર વેબસાઈટ નો ઉદેશ

આજનાં ઈંટરનેટ, કમપ્યુટર્સ, સ્માર્ટ ફોન નાં યુગમાં બાળકો થી માંડીને યુવાનો સહુકોઈ પુસ્તકો ની સાથે સાથે ઈ-બુક અને કિંડલ વાપરતાં થયાં છે. પુસ્તકો નું સ્થાન આ ગેજેટો ધીરે ધીરે લઈ રહ્યાં છે. ૬૦ વર્ષ વટાવી રહેલાં દાદા અને દાદી પણ Skype દ્વારા દુર રહેતાં, વિદેશ માં રહેતાં પૌત્ર અને પૌત્રી ને રોજ મળે છે. આમ છેલ્લાં દશ વર્ષ માં માહિતી અને તંત્રવિજ્ઞાને સહુનાં જીવન ને સ્પર્શ કર્યો છે. આ માધ્યમો ના સદુપયોગ દ્વારા

 • શ્રી સંઘ ના ઘરે ઘર માં વીર પ્રભુ ની વાણી ને ગુંજતી કરવાનો છે.
 • વિશ્વમાત્ર નાં કલ્યાણ મિત્ર બની ને સમાધિ નાં સાથી બનવાનો છે.
 • ગણધર ભગવંતો અને પરમાત્મા એ દર્શાવેલી કર્મ તત્ત્વજ્ઞાન ની સમજણ દ્વારા  માર્ગાનુસારી જીવન પધ્ધતિ  જીવવાની પ્રેરણા આપવા નો છે.
 • બાળકો નાં જીવન માં ઉતમ ગુણોરૂપી પુષ્પો ખીલવી, તેમનાં ધર્મમય, પ્રભુમય જીવન માટે ની પગદંડી બનવા નો છે.

  જ્ઞાન પ્રસાર નાં આ અભિયાન માં સમસ્ત જૈન સંઘો નો સાથ સહકાર ખુબ જરૂરી છે, અમુલ્ય છે. 

ભારતભર નાં તમામ શ્રી સંઘો ને વિનંતી છે કે  પરમ પુજ્ય પં. શ્રી મેઘદર્શન મ. સા. નાં પ્રકાશિત થયેલાં પુસ્તકો ની

 • Soft Copy (Open file with fonts) (પુનઃ મુદ્રણ વખતે પડતી મુશ્કેલી નિવારવા, મેટર ને ભવિષ્ય માં સુધારવા કે Enhance કરવાં) 
 • PDF file, Web Ready Format માં 
 • તેમની પ્રેરણા થી ચાલી રહેલી 
  • જ્ઞાન દિપક યોજના
  • જિન ભક્તિ અભિયાન
 • તેમનાં ચાતુર્માસિક આ.યોજનો ની માહિતી, વિહાર માહિતી
 • વિવિધ અનુષ્ઠાનો ની કંકોત્રી ઓ
 • જીવન પરિવર્તક વિચારો, સૂત્રો, Valuable words
 • પ્રવચનો નાં ઓડિયો રેકોર્ડિગ, અનુષ્ઠાનો નાં વિડીયો, ફોટોગ્રાફ્સ આદિ આપનાં પાસે હોય તો  

જરૂર થી સંપર્ક કરો

આર્ટીકલ નાં સંકલન માટે અશોકભાઈ મહેતા નો સંપર્ક કરવો.

(વધુ માહિતી માટે સંપર્ક પેજ જુઓ.)

શાસનદેવ ની શક્તિ અને સહાય આપણ ને મળતી રહે તેવી પ્રાર્થના .

વિતરાગ પ્રભુ ની આજ્ઞા વિરૂદ્ધ કંઈ પણ લખાયું કે કહેવાયું હોય તો મનસા વાચા કર્મણા મિચ્છામિ દુક્કડમ.