પ્રવચન પ્રસાદી – ૧ – જ્ઞાન પ્રસાર
પ. પૂ. આચાર્ય શ્રીમદ વિજય મેઘદર્શનસૂરીશ્વરજી મહારાજ સાહેબ માર્ગદર્શિત તથા આત્મશુદ્ધિ પરિવાર દ્વારા સંચાલિત

પ્રવચન પ્રસાદી – ૧

pp1

રત્ન કણિકાઓ

 
ધર્મો રક્ષતિ રક્ષિતઃ

પંચ સૂત્ર પ્રવચનો : પંન્યાસ પ્રવર શ્રી ચંદ્રશેખર વિજયજી મ. સા.
[ સંવત ૨૦૫૭ અષાઢ વદ-૪ તા. ૧0-૦૭-૨૦૦૧ મંગળવાર, સ્થળ : માટુંગા ]

 
  • એક જ ગુણ  ઘણા દોષો નો નાશ કરી દે છે.
  • સત્યો બધા જ અમલમાં મૂકવા જ એવું નથી.
  • સ્યાદ્વાદ તો કહે છે કે અનેક સત્યો માંથી જે સત્ય તમારામાં સમતા-પ્રસન્નતા પેદા કરે તે સત્ય ને સ્વીકારવું.
  • જે સત્ય ને સ્વીકારવાથી રાગ – દ્વેષ વધે, સંક્લેષ પેદા થાય તે સત્ય ને સત્ય તરીકે ન સ્વીકારાય.
  • યશ અને કિર્તિ; ઓજસ અને તેજ બ્રહ્મચર્ય ના પાલનથી જ પ્રાપ્ત થાય છે.
  • દરેક ધર્મો એ બ્રહ્મચર્ય ને First અને Must ગણ્યું છે.
  • બધાના ગુણો જુઓ; બધાની સારી વાતો જુઓ.
  • જે કાળ માં ગુણો નો દુકાળ છે તે કાળ માં બીજાના ગુણો ની પુષ્કળ કદર કરતા રહો. ગુણો નો ગુણાકાર થવા લાગશે.
  • પહેલાં પાયાના ગુણો જોઈએ. પછી ઉંચા ધર્મો જોઈએ.
  • કૌટુંબિક જંગ જિતવો હોય તો વાણી માં મિઠાસ લાવો.
  • સામાયિક એટલે સર્વ જીવો પ્રત્યે મધૂર પરિણામ.
  • પોથી પઢકે જગ મૂઆં, પંડિત ભયા ના કોઈ ;
    ઢાઈ અક્ષર પ્રેમ કા પઢે સો પંડિત હોઈ.
  • મર્યાદાપાલનથી જ મોક્ષ મળે. નમો મર્યાદાયૈ – મર્યાદાને નમસ્કાર
  • દ્રૌપદી ને જુગાર માં મૂકનારા યુધિષ્ઠીર કરતાં ય ધર્મ ને જુગાર માં મૂકનારો વધારે ખરાબ.
  •  ભગવાન પાસે પણ માંગવું જ નહિ છતાં માંગવું જ પડે તેમ હોય તો ભગવાન પાસેજ માંગવાનું. પણ બીજા દેવ દેવીઓ પાસે તો નહિ જ જવાનું. પતિ પાસે માથું ન જ દબાવાય. છતાં દબાવવું જ પડે તો પતિ પાસે જ દબાવરાવાય, બીજા પાસે તો નહિં જ.
  • શિષ્ય ના વિકાસમાં  અને શિષ્ય નાં વિનાશમાં મુખ્ય કારણ ગુરુ જ છે.
  • જેટલી મર્યાદાઓ વધારે પાળશો તેટલો લાભ વધારે થશે. જેટલી મર્યાદાઓ ચુકશો તેટલું નુકશાન વધારે થશે.
  • કુટુંબ માં સ્નેહ ભાવ લાવશો તો ધરતી ઉપર સ્વર્ગ ઉતરશે, પછી સ્વર્ગ માં જવાની જરૂર જ નહિ રહે.
  • તમે ક્રિયા ઓ દ્વારા ધર્મની રક્ષા કરશો તો રક્ષાયેલો તે ધર્મ આપણી રક્ષા કરશે.
  • દેવ અને ગુરુ ની કૃપાથી શુદ્ધ પુણ્ય પેદા થાય છે.
 
  • માતા પિતા કે ગુરુ નો દ્રોહ કદી કરવો નહિ. તેનો પરચો આ ભવમાં જ  મળતો હોય છે.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

May 2020
M T W T F S S
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

Subscribe to Gyanprasar via Email

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 190 other subscribers

%d bloggers like this: